News of Friday, 12th June 2026
નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 2ના ગાયત્રી મંદિર ખાતે રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે વૃક્ષારોપણ
પર્યાવરણ જતનના સંકલ્પ સાથે છોડવાઓ રોપાયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘાયુની પ્રાર્થના : ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 12 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં શ્રી ગાયત્રી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી, મહાનુભાવો અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લઈને છોડવાઓનું રોપણ કર્યું હતું. સૌએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે આ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ સાથે જ સૌ કોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સદાય સ્વસ્થ રહે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી ઈશ્વર ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટર રિધિશભાઈ ડેર, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, કોર્પોરેટર કમળાબેન મકવાણા તથા કોર્પોરેટર યોગીતાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વિસ્તારના અગ્રણીઓ કુલદીપસિંહ જાડેજા, વેલજીભાઈ નકુમ, લાખાભાઈ પિંડારિયા, યતિનભાઈ પંડિયા તેમજ વોર્ડ પ્રભારી વિજયસિંહ ગોહિલ, સહદેવભાઈ ડાભી, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રગ્નેશભાઈ ભટ્ટ, વર્ષાબેન રાઠોડ અને કેતનસિંહ જાડેજા સહિતના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
