તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 9th June 2026
૩૦ વર્ષની સજા પામેલ ૧૬ માસથી પેરોલ જમ્પ થયેલ જુનાગઢનાં આરોપી મોહન ગોહિલને બોરીવલીથી પોલીસે મજુર વેશ ધારણ કરી ઝડપી લીધો

જૂનાગઢ તા. ૯ :.. તાલુકા પોલીસ સ્ટેશન મુજબના કામે સને-૨૦૦૭ માં દાતાર પર્વતની ધાર્મિક જગ્યા ૫૨ ચાંદની હત્યા કાંડથી સમગ્ર ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલ બનાવમાં દાતાર પર્વત પર ઙ્કવાસી તરીકે આવેલ પરીવારની દિકરીને તથા તેની બહેનપણીને આરોપી મોહન હમીર ગોહિલ તથા તેના સાગરીત દ્વારા દાતાર પર્વતની સીડી પ૨થી સીડીની બાજુમાં આવેલ જંગલ વિસ્તારમાં ઢસડી લઈ જઈ બળાત્કાર ગુજારી ખુન કરી જધન્ય કળત્ય કરી નાશી ગયેલ. જે ગુન્હામાં પાંચમા એડી. સેશન્સ કોર્ટ, જૂનાગઢ દ્વારા સને-૨૦૧૧ માં સદરહું કેસમાં આરોપી મોહન હમીર ગોહિલ રહે. બિલખા રોડ, વાળાને ૩૦ વર્ષની સજા તથા ૨૯,૦૦૦/- ના દંડની સજા ક૨વામાં આવેલ. જે આરોપી રાજકોટ, મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હોય. જે આરોપી ગુજરાત હાઈકોર્ટના હુકમ દિન-૧૪ ના પરોલ રજા પર ગયેલ અને તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ જેલ ૫૨ હાજર થવાનું હોય પરંતું ફરાર થયેલ.
જે આરોપીની વોચ તપાસમાં હતા દ૨મ્યાન જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડાને બાતમી હકિકત મળેલ કે, મજકુર આરોપી મોહન હમીર ગોહિલ સુરત રેલ્વે સ્ટેશન ત્યારબાદ મહારાષ્ટ્ર રાજયના બોમ્બે રેલ્વે સ્ટેશન તથા બોરીવલી રેલ્વે સ્ટેશન ખાતે જેવી અલગ-અલગ જગ્યાઓએ આશ્રય સ્થાન બદલી વેશપલટો કરી છુપાતો હોવાની હકિકત મળતા. સદરહું પેરોલ જમ્પ થયેલ આરોપીની તપાસ અર્થે પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડાને મહારાષ્ટ્ર રાજયના બોરીવલી ખાતે મોકલતા. તેઓ દ્વારા સ્થાનીક સોર્સ ઉભા કરી મજકુર ઇસમની વોચ તપાસમાં મહારાષ્ટ્ર રાજયના બોરીવલી ખાતે સતત દિન-૫ સુધી મજુરવેશ ધારણ કરી ખાનગીરાહે સતત વોચ રાખતા મજકુર આરોપી મોહન હમીર ગોહિલ મળી આવતા પકડી પાડી સ્થાનીક પોલીસની મદદ મેળવી હસ્તગત કરી મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે સોપી આપવામા આવેલ છે.
આરોપી પાંચ ખુન તથા બે બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલ છે. જેને ઓપરેશન કારાવાસ- અંતર્ગત પકડી પાડવામાં આવેલ છે. જે છેલ્લા ૧૬ મહીનાની પેરોલ જમ્પ થયેલ હતો.
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કળણાલ એમ.પટેલ તથા પો.સબ ઇન્સ. એસ.એ.સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. ઉમેશચંદ્ર વેગડા, પો.કોન્સ. દિપકકુમાર ચૌહાણ, દિનેશભાઈ છૈયા, રાજદિપસિંહ વાઘેલા, દિવ્યેશકુમાર ડાભી એ રીતેના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
