News of Monday, 13th April 2026
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં 7 ફોર્મ રદ :જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ રદ અને જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતોમાં 1 ફોર્મ રદ
પોરબંદર મહાનગરપાલિકા ભાજપની કુલ 9 બેઠકો બિનહરીફ

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 136 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં આજે ફોર્મ ચકાસણીમાં 7 ફોર્મ રદ થયા હતા જેમાં વોર્ડ નંબર 3માં 2 ફોર્મ, વોર્ડ નંબર-7માં 3 ફોર્મ અને વોર્ડ નંબર 10માં 1 ફોર્મ રદ થયું હતું વોર્ડ નંબર 11માં એક ફોર્મ રદ થયું છે
129 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે મહાનગર પાલિકામાં ભાજપની કુલ 9 બેઠકો બિન હરીફ થઇ છે ,જેમાં અગાઉ વોર્ડ નંબર 12માં 4 બેઠકો આજે વોર્ડ નંબર 11માં 3 બેઠકો અને વોર્ડ નંબર 2માં કુલ 2 બેઠકો ઉપર ભાજપ બિન હરીફ થયું છે
કુલ 129 ઉમેદવારોના ફોર્મ માન્ય થયેલ છે
પોરબંદર જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ રદ થયા છે જિલ્લા પંચાયતની 18 બેઠકોમાં કુલ 52 ફોર્મ ભરાયા હતા જેમાં બખરલા,મોઢવાણા ,અને ચૌંટા સીટમાં 1-1 ફોર્મ રદ થયું છે કુલ 49 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે
પોરબંદરની 3 તાલુકા પંચાયતમાં નાગકા બેઠકનું ફોર્મ રદ થયું છે અને 49 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે
રાણાવાવ તાલુકા પંચાયતની 16 સીટ માટે 38 ફોર્મ ભરાયા હતા જેમાં એક ડમી ફોર્મ રદ કરવામાં આવ્યું છે
કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ માટે 42 ફોર્મ ભરાયા હતા જે તમામ ફોર્મ માન્ય રહ્યા છે
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
