News of Friday, 10th April 2026
જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે પરશુરામ એવોર્ડ અર્પેણ કરાશે:પરશુ દીક્ષા અને મહા પ્રસાદનું આયોજન
રવિવાર -માં-બાપ ને ભૂલશો નહિં નાટયોત્સવ બપોરે ૪ કલાકે ,પરશુરામ એવોર્ડ સાંજે પ કલાકે ,અલ્પાહાર સાંજે ૮ , કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવન ચકકી પાસે, ન્યુ જેલ રોડ ખાતે કાર્યક્રમ

જામનગર:સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિતે પરશુરામ એવોર્ડ-૨૦૨૬ તેમજ ભગવાન શ્રી પરશુરામજી નું વેદોકત પૂજન અને પરશુ દિક્ષા તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૨ / ૦૪/ ૨૦૨૬, રવિવાર -માં-બાપ ને ભૂલશો નહિં નાટયોત્સવ બપોરે ૪ કલાકે ,પરશુરામ એવોર્ડ સાંજે પ કલાકે ,અલ્પાહાર સાંજે ૮ , કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવન ચકકી પાસે, ન્યુ જેલ રોડ, જામનગર આ કાર્યક્રમ યોજાયો છે.
તારીખ ૧૯ / ૦૪/ ૨૦૨૬, રવિવાર ભગવાન શ્રી પરશુરામજીનું વેદોકત પૂજન સવારે ૯ કલાકે , પરશુ દીક્ષા સવારે ૧૦ કલાકે અને મહા પ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે
ગીતા મંદિર, પાર્ક કોલોની, પારસ સોસાયટી, જામનગર માં રાખવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની સફળતા માટે કેતનભાઈ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્ટી), જયદિપભાઈ રાવલ ( ટ્રસ્ટી ), સુનિલભાઈ જોષી (ટ્રસ્ટી) સિમિતભાઈ રાવલ ( ટ્રસ્ટી ) , મહેશભાઈ રાવલ (ટ્રસ્ટી) કિરીટભાઈ ઠાકર - શહેર પ્રમુખ ,વિરલભાઈ ત્રિવેદી - શહેર યુવા પ્રમુખ , અર્ચનાબેન જોશી - જીલ્લા મહિલા પ્રમુખ અને મનિષાબેન જોશી - શહેર મહિલા પ્રમુખ જહેમત ઉઠાવી રહ્યા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
