<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સુરેન્‍દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ડેમેજ યથાવત

મહિલા કાર્યકરોના રાજીનામાં: ઉમેદવારની પસંદગીને લઈ રોષ

સુરેન્‍દ્રનગર, તા. ૭: આમ આદમી પાર્ટી સતત તૂટી રહી છે ત્‍યારે પાલિકાની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાની બે યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં ૨૪ જેટલા ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્‍યારે વર્ષોથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા નેતાઓની અવગણના કરી અને નવા આવેલા કાર્યકર્તાઓને ટિકિટો આપી દેવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો છે.

જેને લઈને આમ આદમી પાર્ટીના જુના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ રાજીનામાં આપી દે તે પ્રકારની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે ત્‍યારે આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકરો રાજીનામાઓ આપી દેવામાં આવ્‍યા છે.

સુરેન્‍દ્રનગર આમ આદમી પાર્ટીનું ડેમેજ કંટ્રોલ કરવામાં પ્રદેશ નેતા પણ નિષ્‍ફળ નિવડી રહ્યા છે ત્‍યારે ચૂંટણી પહેલા પાર્ટી સતત તૂટી રહી છે ત્‍યારે વધુ એક મહિલા નેતા તરીકેની છાપ ધરાવતા માધવીબેન રાજપૂત સહિતના મહિલાઓ દ્વારા રાજીનામાઓ આપી દેવામાં આવ્‍યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નારાજગી વ્‍યક્‍ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ રાજીનામાઓ પડવાની શકયતાઓ પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

(11:47 AM IST)