News of Monday, 6th April 2026
બગોદરા ટોલનાકા પાસે ૭૩ લાખનો દારૂ ભરેલ કન્ટેનર સાથે રાજસ્થાની ઝબ્બે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને બગોદરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટોલટેક્સ પાસે એક શંકાસ્પદ કન્ટેનર (એચઆર-૫૫-વાય-૦૫૪૩)ને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે તપાસ દરમિયાન ૫૫૫ પેટીઓમાં ભરેલી કુલ ૬,૬૬૦ બોટલ જપ્ત કરી છે, જેની બજાર કિંમત રૂ.૭૩.૨૬ લાખ થાય છે. આ ઉપરાંત રૂ.૨૦ લાખનું કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂ.૯૩,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના ગણપતલાલ બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ જથ્થો મોકલનાર સુરેન્દર અને કાળુ બિ‘ોઇ સહિત દારૂ મંગાવનાર અન્ય ચાર શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
