<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જસદણના ભાડલાના શ્રી ખાંડુડીવાળા હનુમાનજીદાદાના સાનિધ્‍યમાં કાલે જન્‍મજયંતિ મહોત્‍સવ

ધ્‍વજા આરોહણ, પૂજા, મારૂતિ યજ્ઞ, શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા.૦૧: જસદણ તાલુકાના ભાડલામાં અબોલ  શ્રી ખાંડુડીવાળા હનુમાનજીદાદા મંદિરે કાલે શ્રી હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ઉજવણી કરાશે.

ભાડલા મુકામે શ્રી ખાંડુડીવાળા હનુમાનજી મહારાજના સાનિધ્‍યમાં શ્રી હનુમાનજી જન્‍મોત્‍સવ તથા મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રાનું શુભ મુહૂર્ત સંવત ૨૦૮૨ ચૈત્રસુદ પુનમ(૧૫) ને ગુરૂવાર તા.૨-૪-૨૦૨૬ના દિવસે નિરધારેલ છે. તો આ શુભ પ્રસંગે હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ લેવા પધારવા શ્રી ખાંડુડીવાળા હનુમાનજી દાદા તરફથી નિમંત્રણ પાઠવાયુ છે.

તા.૨-૪-૨૦૨૬ને ગુરૂવાર ધ્‍વજા આરોહણ તથા પુજા સવારે ૬:૩૦ કલાકે, મારૂતિ યજ્ઞ સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ કલાકે, શોભાયાત્રા બપોરે ૨:૪૫ કલાકે (દાદાએથી નિકળશે), મહાપ્રસાદ સાંજે ૬ થી ૧૦ કલાકે, મહાઆરતી સાંજે ૭ કલાકે યોજાશે. શોભાયાત્રા કંદોરી રામજી મંદિર ચોકથી ગામમાં ફરીને ખાંડુડીવાળા દાદાનાં મંદિરે જશે. શુભ સ્‍થળઃ શ્રી ખાંડુડીવાળા હનુમાનજીદાદા મંદિર જુના આણંદપર રોડ, ભાડલા તા.જસદણ, જી.રાજકોટ છે. મંદિરે આવવા-જવા માટે ભાડલા બસ સ્‍ટેન્‍ડ પરથી વાહન વ્‍યવસ્‍થા રાખેલ છે.

(10:03 AM IST)