તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 29th March 2026
ખંભાળીયા બેપાસ પાસેથી દેશી દારૂ અને રીક્ષા સાથે બે આરોપીને રૂ. 1.15 લાખથી વધુના મુદામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપ્યા
બાતમીના આધારે તુલસી હોટલ પાસેથી રોડ પરથી બેનને આરોપીઓને દબોચી લેવાયા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી ના પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ના અરજણભાઇ કોડીયાતર તથા કિશોરભાઈ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે તુલસી હોટલ પાસે રોડ ઉપર વાસ્પા રીક્ષા રજી નં-જી.જે.૧૮.એ.એકસ ૪૨૭૦ મા (૧) મેહુલ કરશનભાઇ સોઢા (ઉ.વ ૪૩ ) (રહે.નીલ કમલ સોસાયટી શેરી નં-૬ રામદેવપીર ના મંદીર ની બાજુમાં જામનગર) તથા (૨) દેવીબેન વા/ઓ બાલુભાઇ સુમાયત (ઉ.વ ૩૮ )(રહે, મોટી ખાવડી થોમસ હાઇસ્કુલની બાજુમાં તા.જી. જામનગર વાળા) દેશી પીવાનો દારૂ લી-૭૫ કિ.રૂ.૧૫,૦૦૦/-તથા વાસ્પા રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.કોન્સ. કિશોરભાઇ પરમાર એ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્થો મોકલનાર ધરમપાલ બાવરી (રહે બાવરી વાસ જામનગર વાળા) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.સી.એમ.કાટેલીયા તથા પો.સ.ઇ.એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
