તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Friday, 27th March 2026
હાથ ધોઈ પાછળ પડી ગયેલા વિધર્મી પરિણીત શખ્સના ત્રાસથી યુવતીએ કર્યો આપઘાત
ભુજના ભારાસર ગામની યુવતીનો છકડો રીક્ષામાં અપડાઉન દરમ્યાન ચાલક અલ્તાફ આદમ બાફણ સાથે પરિચય બન્યો મોતનું કારણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : ભુજના ભારાસર ગામે ગત ૧૬ માર્ચ ૨૦૨૬ ના બનેલ યુવતીના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. માનકૂવા પોલીસ સ્ટેશને આ અંગે ભાવેશ કાનજી મહેશ્વરી દ્વારા નોંધાયેલી ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. મૃતક યુવતી દિપાલી નોકરી ઉપર જવા માટે છકડો રીક્ષામાં અપડાઉન કરતી હતી તે દરમ્યાન નાગિયારી ગામના છકડો રીક્ષા ચાલક અલ્તાફ આદમ બાફણ સાથે તેનો પરિચય થયો હતો. ત્યાર બાદ પરિણીત એવો આ છકડા ચાલક દિપાલી પાછળ પડી પોતાની સાથે ‘સબંધ’ રાખવા ભારે દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. છકડા ચાલક અલ્તાફથી પીછો છોડાવવા મૃતક યુવતીએ બસમાં અપડાઉન કરવાનું શરૂ કર્યું હતું. પણ, અલ્તાફે તેને ટોર્ચર કરવાનું ચાલુ રાખતા અંતે કંટાળીને દિપાલીબેને પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. માનકૂવા પોલીસે આ ફરિયાદને પગલે આરોપી ને ઝડપી જેલ હવાલે કર્યો છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
