<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ભજનાનંદની આંખોમાં તેજ અને ભેજ હોયઃ પૂ. મોરારીબાપુ

કચ્‍છના માધાપરમાં શ્રીરામ કથાનો ત્રીજો દિવસઃ કથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

રાજકોટ, તા. ર૩: કચ્‍છની ધીંગીધરા માધાપરની ધરતી પર શનિવારથી  પૂ. મોરારીબાપુની રામકથાનો દિવ્‍ય મંગલ પ્રારંભ થયો હતો. સાધુ-સંતો-મહંતો, રાજકીય મહાનુભાવો અને વિશેષ ઉલ્લેખનીય વાત તો એ છે કે માધાપરની માતાઓ-બહેનો-દીકરીઓએ વર્ષો પહેલા ભારત-પાકિસ્‍તાનના યુધ્‍ધ વખતે બોમ્‍બ મારો થયેલા ત્‍યારે ભારતીય લશ્‍કર માટે રાતોરાત રન-વે બનાવ્‍યો હતો એ દસ જેટલી માતાઓના વરદ હસ્‍તે દીપપ્રાગટય કરવામાં આવ્‍યું હતું. પૂ. મોરારીબાપુને આવા સાત્‍વિક વિચાોર અને એ આણા સૌનુ પરમ સદભાગ્‍ય છે. દેશ માટે દેશની રક્ષા માટે માધાપરની બહેનો-દીકરીઓએ જે સાહસ બનાવ્‍યું તે ઇતિહાસમાં પણ નોંધાયુ છે. ભારતીય લશ્‍કર માટે એમના વિમાનો માટે આખીરાત દરમ્‍યાન રન-વે નું નિર્માણ એ બહેનોએ કરી આપ્‍યું હતું આજે એ બહેનોની ઉંમર વૃધ્‍ધત્‍વને આરે પહો઼ચી છે એ બહેનો ત્રિરંગા ધ્‍વજની રેખાઓ વાળી સાડી પહેરીને દીપપ્રાગ્‍ટ માટે જાયરે વ્‍યાસપીઠ પર પરત આવ્‍યા ત્‍યારે સમગ્ર સભા મંડપ તાળીઓના ગુંજારવથી ગાજી ઉઠયો હતો.

પૂ. મોરારીબાપુ એ વધુમાં કહયુ કે. મુકુટ એટલે અરિસો-દર્પણ-કાચ મિરર કથાના કેન્‍દ્રિય વિચારની પંકિતઓમાં જન, મંજુ શબ્‍દ  આવે છે. જન એટલે વૈષ્‍ણવ જન, હરિનો જન, પરમાત્‍માનો જન, નિજજન, મહાજન, ભકતજન સેવક-દાસ-કિંકર- આશ્રિત-અનન્‍યાશ્રિત વગેરે. મંજુ એટલે સુંદર આશ્રિતોના મનરૂપી અરિસો સુંદર છે. તો પછી એમાં મેલ કયાંથી આવ્‍યો? આ રહસ્‍ય છે. આ સંભવિત મેલ ચાર પ્રકારના છે. (૧) મારા જેવું સુંદર બીજુ કોઇ નથી એવા અહ્‌મનો મેલ (૨) મારા કરતા ગવધુ સુંદર બીજું કોઇ ન હોવું જોઇએ એવી સ્‍પર્ધાનો મેલ (૩) મારી સામે જેટલા છે એ અસુંદર છે  એવા વિચારોનો મેલ    મને ને તમને બીજાના દોષ દેખાય એ મેલ, (૪) સૂંદરતાના પડદામાં  મને   ને તમને  બીજાના દોષ દેખાય એ મેલ,  બીજા હલકા છે એવો ભાવ આવે એ પણ મેલ છે.

પૂ.મોરારીબાપુએ કહયુ કે, ભજનાનંદીની આંખોમાં તેજ અને ભેજ હોય છે., કથાકથિત લોકોને સમાજ સુતો રહે એમાં જ રસ છે!, ભટકાવે તે ગુરૂ નહી, અટકાવે એ જ ગુરૂ! મંદિર ભવ્‍ય તો હોય પણ ભવ્‍ય કરતા ય વિશેષ એ દિવ્‍ય વધુ હોવુ જોઇએ. ‘‘મજો'' મનોજ જોશી- રાજકોટ મો.૯૪૨૬૨ ૪૨૧૧૫, ૮૧૪૦૨ ૧૩૧૩૦.

(3:46 PM IST)