<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

જામનગરના દિગ્જામ સર્કલ કોમલનગર પાસે ટ્રકમાં આગ લાગી : જુઓ વિડીયો

અચાનક જ ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર તરત જ બહાર નીકળી જતા ડ્રાઇવરનો બચાવ : ટ્રકનો બોડીનો ભાગ સળગી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ :  જામનગરના દિગ્જામ સર્કલ કોમલ નગર પાસે આંબેડકર નીચે ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક લઈ પસાર થતો હતો તે દરમિયાન જ અચાનક જ ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર તરત જ બહાર નીકળી ગયો હતો અને ટ્રકનો બોડી નો ભાગ સળગી ગયો હતો. 

આ ઘટનાની જાણ થતા જામનગર ફાયર વિભાગની ટીમે દોડી જઈ આગ બુજાવવા પ્રયાસ શરૂ કર્યો હતો. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:40 PM IST)