<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ગોંડલમાં શ્રી રામજી મંદિરે ભાગવત કથાનું ધર્મભીનું આયોજન

 

ગોંડલઃ શહેરના પવિત્ર ધામ શ્રી રામજી મંદિર ખાતે   ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજશ્રી તથા હરિચરણદાસજી મહારાજ (ગોંડલ) ના  આર્શીવાદથી ૮ થી ૧૫ માર્ચ  સુધી પૂજ્ય જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામજી મંદિર (મહંતશ્રી ગોંડલ-આશ્રમ) ના સાનિધ્યમા ૮ થી૧૫ માર્ચ સુધીં શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 વ્યાસપીઠ પર આચાર્ય પૂજ્ય શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ બિરાજી શ્રીમદ્ ભાગવતજીનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.  ૮ માર્ચે સવારે ૯ કલાકે દેહશુદ્ધિ વિધિ અને સવારે ૧૦:૩૦ કલાકે પોથીયાત્રા રામજી મંદિરથી કથા સ્થળે પ્રસ્થાન કરશે. બપોરે ૪ કલાકે શ્રીમદ્ ભાગવત શ્લોક પારાયણ યોજાશે.

તા. ૯ થી ૧૪ માર્ચ દરમિયાન દરરોજ સવારે ૮:૦૦ થી ૮:૪૫ પૂજા, સવારે ૯ થી બપોરે ૧ સુધી શ્લોક પારાયણ તથા બપોરે ૪ થી સાંજે ૭:૩૦ સુધી શ્રીમદ્ ભાગવત કથા યોજાશે. સાંજે ૭:૩૦ થી ૮ સુધી પરમપૂજ્ય જયરામદાસજી મહારાજના પ્રવચનો રહેશે. કથાના પાવન પ્રસંગોમાં તા. ૧૦ માર્ચે શ્રી કપીલ જન્મોત્સવ, તા. ૧૧ માર્ચે શ્રી નૃસિંહ જન્મોત્સવ, તા.૧૨ માર્ચે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૩ માર્ચે ગિરિરાજ ઉત્સવ તથા તા. ૧૪ માર્ચે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે. તા. ૧૫ માર્ચે સુદામા ચરિત સાથે કથા વિરામ રહેશે.

અગિયારશ નિમિત્તે સવારે ૮થી ૧૧વાગ્યા સુધી કથા વિરામ બાદ પરમપૂજ્ય હરિચરણદાસજી મહારાજશ્રીની પુણ્યતિથિ પ્રસંગે સંત સંમેલન તથા સંતોના આશીર્વચન યોજાશે. બપોરે ૧૨ૅં૦૦ વાગ્યે સમિષ્ટ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા યજમાનશ્રી ગો. વા. ધીરજલાલ નારણદાસભાઈ પોંદા (ગોંડલ), સ્વ. ચંદ્રિકાબેન ધીરજલાલ બુદ્ધદેવ (ગોંડલ), બાબલાલ કાંતિભાઈ કક્કડ (રાજકોટ), શૈલેશભાઈ પ્રભુદાસભાઈ બુદ્ધદેવ (રાજકોટ), સ્વ. જયાબેન રમણીકલાલ સેજપાલ (રાજકોટ), રાજ અતુલભાઈ કારીયા (રાજકોટ), પલ્લવીબેન પ્રમોદભાઈ કેસરીયા (રાજકોટ), ભાવનાબેન કેતનભાઈ શિંગાળા (રાજકોટ), નિરવ મહેન્દ્રભાઈ ગોટેચા (રાજકોટ), દીપકકુમાર જેઠાલાલ પાડલીયા (વડોદરા), વિજયભાઈ મહેન્દ્રભાઇ ઉદેશી (ગોંડલ), અરવિંદભાઇ હરિલાલ ચાવડા (રાજકોટ), રાવલ અજયકુમાર વિનોદરાય (ગોંડલ), સ્વ. આશાબેન રમેશભાઈ અઢિયા(ગોંડલ) ભૂપેન્દ્રભાઈ શામજીભાઈ ચાવડા (ગોંડલ) સહિત વિવિધ શહેરોના યજમાનશ્રીઓના સહયોગથી યોજાનાર આ કથામાં ભાવિક ભકતોને પરિવાર સહિત ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. પોથી નોંધાવવા માટે સંજયભાઈ તેરૈયા (મો. ૯૪૨૬૪ ૪૯૭૦૯)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:07 AM IST)