તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 23rd February 2026
બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરાતા આટકોટના કરમાળ કોટડાના રણજીતભાઈનો ફાંસો ખાઈ આપઘાત
તારા ટોટીયા ભાંગી નાંખવા છે અને ગામમાં ફુલેકા કાઢવું તેવી ઈન્સ્ટાગ્રામમાં ધમકી આપી'તી : મારૂ ખોટું આઈડી બનાવી બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરી મને બહુ હેરાન કરે છે એટલે હું આવું કરૂ છું: મૃતક યુવાને આપઘાત પૂર્વે વિડીયો બનાવ્યોઃ અજાણ્યા આઈડી ધારક સામે ગુન્હો નોંધાયો

(કરશનભાઈ બામટા દ્વારા)આટકોટ, તા.૨૩: કરમાળ કોટડા ગામના યુવાને ભાદર નદીના કાંઠે વળક્ષ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાનને ઇન્સ્ટાગ્રામમાં ધમકી આપવામાં આવતી હોય. અને અને બ્લેકમઈલીંગ કરવામાં આવતું હોય જેમાથી કંટાળી જઈ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આટકોટ પોલીસ મથકમાં આઇડીધારક અજાણ્યા શખસ સામે યુવાનને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કરમાળ કોટડા ગામે ઉદયપુરપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઉર્ફે લાલો ભાનુભાઇ ડાંગર(ઉ.વ.૩૫) એ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી. ફરિયાદમાં આરોપી તરીકે પૂજારાની૬૦૪૦ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકનું નામ આપ્યું છે. ફરિયાદી યુવાને જણાવ્યું હતું કે, ગઈ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા નવ વાગ્યે કુટુંબી ભાઈ વનરાજભાઈ ડાંગરનો ફોન આવ્યો કે, રણજીતભાઈ હજુ સુધી વાડીએથી ઘરે આવ્યો નથી. બાદમાં માલુમ પડયુ હતું કે, ભાદર નદીના કાઠે બાવળના ઝાડ સાથે દોરડુ બાંધી રણજિતભાઈએ ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી બનાવ અંગે પરિજનો અને પોલીસને જાણ કરી હતી. બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પંચનામું કરી મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે તે સમયે રણજીતભાઈના ખીસ્સામાંથી તેનો મોબાઈલ ફૉન મળ્યો હતો. જે મોબાઈલ ચેક કરતા રણજિતભાઈએ તા. ૧૮/૦૨/૨૦૨૬ના રોજ સાંજે પોણા સાત વાગ્યે એક વીડિયો બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જે વિડીયોમાં મળતકે જણાવ્યું હતું કે, મારી ખોટી આઇડી બનાવી, બ્લેકમેલ કરી, પૈસાની માંગણી કરીને મને બહુ હેરાન કર્યો છે, તને મારી નાખીશું એવુ મને કીધુ અને આજ સાંજ સુધીમાં મને ઘરેથી ઉપાડી છે મારી નાખવાની ધમકી આપી છે એટલે હું -આવુ કરૂ છે, બીજુ કોઈ કાંઈ કરતા નહી. જે થાય ઈ ભેગા રહેજો, બધાને સાચવજો એવી મારી વિનંતી છે.' જે બાદ મળતકનું ઈન્સ્ટાગ્રામ આઇડી તપાસમાં તેમાં પૂજારાની૬૦૪૦ નામની આઈડીમાંથી તા.૧૮/૦૨/૨૦૨૬ના રોજ બપોરે ૪:૧૮ થી ૪:૪૮ સુધી તદ્દન ગંદી ભાષામાં તને ગમે ત્યાથી ગોતી. લેવો છે, સાંજે તુ ઘર બહાર નિકળ, તારા ટાટીયા ભાંગી નાખવા છે, તારૂ ફુલેકુ કાઢવું છે, તારા ગામમાં વિડીયો વાયરલ કરવો છે, તારી આખી હિસ્ટ્રી નિકળી ગયેલ છે, અમે રાજકોટ વાળા સહિતના. ધમકી ભર્યા મેસેજ આવ્યાનું ધ્યાને આવ્યું હતું.
આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
