News of Tuesday, 17th February 2026
બાબરાના ગરણીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટઃ ૪ મકાન ધરાશાયી
નાગજીભાઇ ચોપડાના ઘરે કોઇ કારણસર બાટલો ફાટતા આજુબાજુના મકાનોના કાટમાળ તૂટી પડયા

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા., ૧૭: બાબરા તાલુકાના ગરણી ગામમાં સીલીન્ડર બ્લાસ્ટ થતા ૪ મકાનો ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી.
પ્રાપ્ત માહીતી મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામમાં રહેતા નાગજીભાઇ શામજીભાઇ ચોપડાના ઘરે કોઇ કારણસર ગેસ સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા તેનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને ભયનો માહોલ ફેલાયો હતો. સીલીન્ડર બ્લાસ્ટ થતા ૪ થી પ મકાનો ધરાશાયી થયા હતા. જો કે કોઇ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
