<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ધારીમાં છોટા હાથી મેજીકમાં આગ લાગી

છોટા હાથી, આઇસ્‍ક્રીમના બે ફીજ ઇન્‍વેટર તથા બેટરી મળી રૂ.૨.૩૦.૦૦૦નુ નુકશાન

અમરેલી, તા.૧૪: ધારી અજંતા સોસાયટી છોટુભાઇ ગોંડલીયાની દુકાન પાસે દેવીલાલ માધવલાલ જાટનુ છોટા હાથી મેજીક જી.જે.૦૩ ઝેડ. ૬૦૦૧ પાર્કીંગ કરેલ હોય. જેમા કોઇ પણ કારણસર આગ લાગતા તેમા આઇસ્‍ક્રીમ રાખવાના બે ફીજ રૂ.૧.૨૫.૦૦૦ તથા ઇન્‍વેટર તથા બેટરી રૂ.૨૫.૦૦૦ તથા છોટા હાથી મેજીક રૂ.૮૦.૦૦૦ મળી કુલ રૂ.૨.૩૦.૦૦૦નુ નુકશાન થયાનુ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:18 PM IST)