<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ભાવનગરમાં હર્ષ સંઘવીના હસ્‍તે ઈ-સીટી બસનું લોકાર્પણ

ઈલેક્‍ટ્રિક સીટી બસના ડેપો ખાતે વડાપ્રધાનની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં લોકાર્પણ સહિતના કાર્યક્રમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: ભાવનગરને લાંબા સમય બાદ સીટી બસ સુવિધા ઉપલબ્‍ધ થવા જઈ રહી છે.આજેનાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડાપ્રધાનની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં આધુનિક ઇલેક્‍ટ્રિક સીટી બસનું અધેવાડા નજીક બનેલા સીટી બસના ડેપો ખાતેથી સીટી બસ સુવિધાનું લોકાર્પણ કરશે.

નાયબ મુખ્‍ય મંત્રી હર્ષ સંઘવી ઈલેક્‍ટ્રિક સીટી બસના લોકાર્પણ ઉપરાંત મહાપાલિકા દ્વારા થનારા કેટલાક વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત તેમજ તૈયાર થયેલા કામોનું પણ લોકાર્પણ કરશે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી  ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. જેમાં સવારે ૧૦:૩૦ કલાકે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવનપ્રસંગે ૧૨ જ્‍યોર્તિલિંગ સહિત ૧૭ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ, બપોરે ૧૨:૧૫ કલાકે સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે શહીદ જવાન  મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના નિવાસસ્‍થાને પરિવારજનો સાથે મુલાકાત અને આર્થિક સહાય ચેક અર્પણ કરશે, બપોરે ૧ કલાકે ભાવનગર અધેવાડા બસ ડેપો, અધેવાડા ખાતે “PM e-Bus Sewa” યોજના અંતર્ગત ઈકો-ફ્રેન્‍ડલી ૫૦ ઈલેક્‍ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાના લોકાર્પણ કાર્યક્રમ, બપોરે ૨ કલાકે સરદાર પટેલ એજ્‍યુકેશન ઇન્‍સ્‍ટિટયુટ, કાળીયાબીડ ખાતે રત્‍નકલાકારોના બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ તેમજ બપોરેઃ૪૦ કલાકે વરતેજ-બુધેલ રોડ, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે સંયુક્‍ત ચેરિટી કમિશનરની કચેરી તથા જાહેર ટ્રસ્‍ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘‘ચેરિટી ભવન''નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

(1:49 PM IST)