તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Sunday, 8th February 2026
બરવાળા ખાતે 19 ફેબ્રુ.એ બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન.
બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
તારીખ 19-02-2026 ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરનું શિલાપુજન સાંજના 04:30 કલાકે મહંત દામજીભગત બગથળાવાળા તથા યજમાનો દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં દામજીભગત મહંત દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના 7:30 કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં
આવ્યું છે. જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
