<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

કચ્છ જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : દેવજીભાઈ વરચંદ દ્વારા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી ઉપપ્રમુખ, મહામંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારોની વરણી; યુવા, મહિલા અને કિસાન મોરચા સહિતની પાંખમાં નવા ચહેરાઓને સ્થાન

ભુજ : ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ એચ. વરચંદ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કચ્છ જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી આજે સત્તાવાર રીતે ‘કચ્છ કમલમ્’ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી કરવામાં આવી છે.
જિલ્લા સંગઠન માળખાના મુખ્ય હોદ્દેદારો:
જિલ્લાના મુખ્ય સંગઠનમાં ૯ ઉપપ્રમુખ, ૫ મહામંત્રી અને ૫ મંત્રીઓની નિમણૂંક કરાઈ છે.
 * ઉપપ્રમુખ: મશરૂભાઇ રીણાભાઇ રબારી (અંજાર તાલુકો), અશોકભાઈ ભીમજીભાઈ હાથી (ભુજ શહેર), મુળજીભાઇ રામજીભાઇ મ્યાત્રા (ગાંધીધામ શહેર), રેશ્માબેન જીતુભાઇ ઝવેરી (ભુજ શહેર), પ્રફુલસિંહ ગોવુભા જાડેજા (ભુજ શહેર), આશિકાબેન પરેશભાઈ ભટ્ટ (ભુજ શહેર), સુરેશભાઈ વલ્લભજી સંઘાર (માંડવી તાલુકો), વિકાસભાઈ મોહનલાલ રાજગોર (ભચાઉ શહેર) અને ધવલભાઈ કાંતિલાલ આચાર્ય (ગાંધીધામ શહેર).
 * મહામંત્રી: હિતેશભાઈ હિમતલાલ ખંડોર (ભુજ તાલુકો), ભીમજીભાઈ હરજીભાઇ જોધાણી (ભુજ તાલુકો), પરેશભાઈ વાલજી ભાનુશાલી (અબડાસા તાલુકો), છાયાબેન વિશ્રામભાઇ ગઢવી (મુંદરા શહેર) અને નયનાબેન ધીરજલાલ પટેલ (નખત્રાણા તાલુકો).
 * મંત્રી: ઉમેશભાઇ મુળજીભાઇ સોની (રાપર શહેર), રાજેશભાઈ દામજીભાઇ પલણ (નખત્રાણા તાલુકો), રૂપલબેન યુવરાજ દેસાઇ (ભચાઉ શહેર), રસીલાબેન રાજભાઇ બારી (રાપર તાલુકો) અને કંચનબેન અતુલભાઇ વાઘેલા (ગાંધીધામ શહેર).
 * અન્ય જવાબદારી: સુરેશભાઇ અનિલભાઇ ટાંક (કોષાધ્યક્ષ - અંજાર શહેર), હરેશ માવજીભાઈ પટેલ (કાર્યાલય મંત્રી - ભુજ શહેર), પીયુષભાઇ જયંતિલાલ ભોજાણી (સોશીયલ મીડિયા વિભાગ - અંજાર શહેર), ભૌમિકભાઇ અરૂણભાઇ વચ્છરાજાની (આઈ.ટી. વિભાગ - ભુજ શહેર) અને સાત્વિકદાન મહેશદાન ગઢવી (મીડિયા વિભાગ - ભુજ શહેર).
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:
જિલ્લાના વિવિધ સામાજિક અને વિભાગીય મોરચાઓની જવાબદારી નીચે મુજબ સોંપવામાં આવી છે:
 * યુવા મોરચો: પ્રમુખ તરીકે રામભાઈ ભીમશીભાઈ ગીલવા (મુંદરા તાલુકો) તથા મહામંત્રી તરીકે ભાર્ગવભાઈ શશીકાંતભાઈ શાહ (ભુજ શહેર) અને રાહુલભાઈ સુરેન્દ્રભાઈ ગુંસાઇ (ભુજ તાલુકો).
 * મહિલા મોરચો: પ્રમુખ તરીકે પારૂલબેન રમેશભાઇ કારા (ભુજ તાલુકો) તથા મહામંત્રી તરીકે પારસબા કૃષ્ણસિંહ જાડેજા (ગાંધીધામ શહેર) અને રચનાબેન પ્રણવભાઇ જોષી (મુંદરા શહેર).
 * કિસાન મોરચો: પ્રમુખ તરીકે હિતેશભાઈ ડાયાલાલ પાંચાણી (નખત્રાણા તાલુકો) તથા મહામંત્રી તરીકે રવિન્દ્રભાઈ મનજીભાઈ ગામી (ભચાઉ શહેર) અને વિરમભાઈ રામજીભાઈ આહિર (ભુજ તાલુકો).
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે હિતેશભાઈ જયેશભારથી ગોસ્વામી (ભુજ શહેર) તથા મહામંત્રી તરીકે ખેંગારભાઈ પબાભાઈ રબારી (નખત્રાણા તાલુકો) અને બકુલભાઈ મયુરભાઇ ઠાકોર-કોળી (રાપર તાલુકો).
 * અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે રવિલાલ નારણભાઇ ગરવા (નખત્રાણા તાલુકો) તથા મહામંત્રી તરીકે સામજીભાઇ કરશનભાઇ વાણીયા (ભુજ તાલુકો) અને પરસોતમભાઈ મગનલાલ મારવાડા (અબડાસા તાલુકો).
 * લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે આકીબભાઈ દાઉદભાઈ બાયડ (અંજાર શહેર) તથા મહામંત્રી તરીકે મામદશા ઓસમાણશા શેખ (ભુજ તાલુકો) અને ઈમ્તિયાઝભાઈ ફકીરમામદ સોઢા (ભુજ શહેર).
આ નિમણૂંકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને જિલ્લા પ્રભારી મંત્રી કાંતિલાલભાઈ અમૃતિયાને રવાના કરવામાં આવી છે.

(9:53 PM IST)