News of Thursday, 15th January 2026
જસદણમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મકરસંક્રાંતિની સેવાકાર્યથી ઉજવણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા), જસદણ, તા. ૧પ : મકરસંક્રાંતિના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મુંગા અબોલ પક્ષીઓને ચણ નાંખવામાં આવી હતી. આવા સેવાના કાર્યો હર હંમેશા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યા છે. જસદણ પ્રખંડના જવાબદાર વ્યકિતઓ ડૉ. મહેશભાઇ તાવિયા, નારણભાઇ મેવાડા, મનીષભાઇ મેવાસીયા, વિજયભાઇ માલવીયા, ધવલભાઇ મેનપરા, કેશવભાઇ વસાણી, ધનજીભાઇ કાછડીયા, ધીરજભાઇ ગઢવી, કિશનભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ રૂપારેલીયા દ્વારા બિલિયા મહાદેવ મંદિર, દેવપરાની પવિત્ર જગ્યા પર અબોલ પક્ષીઓ માટે ચણ પૂરી પાડવામાં આવી અને જગ્યાના બાપુ શ્રી કલ્યાણગીરીને ભેટ અર્પણ કરી અને ભોળાનાથને જળાભિષેક કરી આશીર્વાદ લીધા હતા.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
