News of Friday, 9th January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો સપાટોઃ નલીયા ૪.૮, ગિરનાર પ.૯, અમરેલીમાં ૮.૬ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા લોકો ઠંડીમાં ઠુંઠવાયાઃ શિયાળાએ અસલી મિજાજ દેખાડયો

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીએ સપાટો બોલાવ્યો છે. અને કચ્છના નલીયામાં ૪.૮, ગિરનાર પ.૯, અમરેલી ૮.૬, રાજકોટ ૯.૬, ડીસા ૧૦.૧, ગાંધીનગર ૧૦.૮, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ સપાટો બોલાવતા સૌ કોઇ ધ્રુજી ઉઠયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. તેજ પવનથી આજે સવારે ગિરનાર પર લઘુતમ તાપમાન વધુ ઘટતા ૫.૯ ડિગ્રી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર્વત પર ગઈકાલે ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પાડો વધુ નીચે ઉતરીને ૫.૯ ડિગ્રીએ સ્થિર થતા પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. કાતિલ ઠંડીની સાથે તે જ પવન પણ ફુકાતા ઠંડીની અસર વધુ તીવ્ર બની હતી.
ગિરનાર પર્વતની સાથે સાથે જુનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૯ ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડી વધી હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહેતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી.
જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં ગઈકાલની માફક આજે પણ સવારથી ૭ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા શીતલહેરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન ર૪.પ, ભેજનું પ્રામણ ૬૭ ટકા, પવનની ૬.૪ કિ. મી. રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પ.૯ ડીગ્રી
અમદાવાદ ૧૧.૭ ડીગ્રી
અમરેલી ૮.૬ ડીગ્રી
બરોડા ૧૪.૦ ડીગ્રી
ભાવનગર ૧૩.૮ ડીગ્રી
ભુજ ૧૧.૨ ડીગ્રી
દમણ ૧૬.૮ ડીગ્રી
ડીસા ૧૦.૧ ડીગ્રી
દીવ ૧૫.૮ ડીગ્રી
દ્વારકા ૧૪.ર ડીગ્રી
ગાંધીનગર ૧૦.૮ ડીગ્રી
જામનગર ૧૩.૦ ડીગ્રી
કંડલા ૧૧.૯ ડીગ્રી
નલિયા ૪.૮ ડીગ્રી
ઓખા ૧૭.૫ ડીગ્રી
પોરબંદર ૧૨.૮ ડીગ્રી
રાજકોટ ૯.૪ ડીગ્રી
સુરત ૧૫.૦ ડીગ્રી
વેરાવળ ૧૬.૩ ડીગ્રી
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
