News of Wednesday, 7th January 2026
મોરબી જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર
૨૪ બેઠકોમાં ૭ સામાન્ય અને ૮ સામાન્ય સ્ત્રી માટે, તે સિવાયની અલગ અલગ કેટેગરીમાં અનામત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા ૭, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મોરબી જિલ્લા પંચાયત આ નવા સીમાંકનમાં મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો યથાવત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિમાં સ્ત્રીમાં ૧ અને સમાન્યમાં ૧, અનુસૂચિત આદિ જાતિમાં સામાન્યમાં ૧, સામાજિક અને શૈક્ષણિક પછાતમાં સ્ત્રીમાં ૩ અને સામાન્યમાં ૩ તેમજ સામાન્ય સ્ત્રીમાં ૮ અને બિન અનામત સામાન્ય કેટેગરીમાં ૭ બેઠકો જાહેર કરવામાં આવી છે.
જેમાં સામાન્ય સ્ત્રીમાં મોરબીની આમરણ, વાંકાનેરની ચંદ્રપુર, તિથવા, અને રાતીદેવળી, હળવદની માથક અને સાપકડા, ટંકારાની નેકનામ, માળિયાની સરવડ બેઠક જાહેર કરાઈ છે. જ્યારે બિન અનામત સમાન્યમાં મોરબીની બગથળા, હળવદની ચરાડવા અને ટિકર (રણ), વાંકાનેરની મહિકા અને રાજાવડલા, માળિયાની મોટા દહીંસરા, ટંકારાની ઓટાળા બેઠક જાહેર કરાઈ છે. સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ સ્ત્રીમાં વાંકાનેરની ઢુંવા, હળવદની ઘનશ્યામપુર, મોરબીની ઘુંટુ જાહેર કરાઈ છે. અનુસૂચિત આદિ જાતિમાં મોરબીની જાંબુડિયા જાહેર કરાઈ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં મોરબીની જેતપર અને લક્ષ્મીનગર, માળિયાની ખાખરેચી જાહેર કરાઈ છે. અનુસૂચિત જાતી સ્ત્રીમાં ટંકારાની લજાઈ જાહેર કરાઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ સામાન્યમાં મોરબીની મકનસર બેઠક જાહેર કરવામાં આવી છે.યતનું નવું સીમાંકન જાહે૨ ક૨વામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાની રવાપર, ત્રાજપર, શકત શનાળા અને મહેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળી જતા રદ તેની જગ્યાએ લક્ષ્મીનગર, જાંબુડિયા અને મકનસર નવી સીટ અસ્તિત્વમાં આવી છે. જયારે માળીયા (મી.)માં સરવડ નવી સીટ બનાવવામાં આવી અને ટંકારા નગરપાલિકા બની જતા ટંકારા સીટ કાઢીને નેકનામ નવી બનાવવામાં આવી છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
