News of Monday, 5th January 2026
રાજ્યના શિક્ષણમંત્રી અને નાણામંત્રી દ્વારા સુરત આચાર્ય સંઘના પ્રમુખ-અધ્યક્ષનું સન્માન

(ઇકબાલ ગોરી) દ્વારાઃ સાવરકુંડલાઃ તા.પ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અંબાજી ખાતેના તા. ૧ થી ૩ જાન્યુઆરીએ યોજાયેલ શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશનમાં ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, નાણામંત્રી કમલેશભાઈ પટેલ, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, ધારાસભ્યો તથા રાજ્યના સૌ શૈક્ષણિક અગ્રણીઓ સાથે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ કિશોરકુમાર નર્મદાશંકર જાનીએ દીપ પ્રાગટય કરવા ઉપરાંત ઓપરેશન સિંદૂરની સફળતા તથા ‘‘નમો કે નામ રક્તદાન''નો ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં ગૌરવભેર વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા બદલ આ અધિવેશન દરમિયાન શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને નાણામંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિશોરકુમાર જાની તથા અધ્યક્ષ વિજયકુમાર બારોટને મોમેન્ટો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. સાથે મિશન રક્તદાનમાં સહયોગી બનેલા તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકો અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. આ ગૌરવશાળી સન્માન હાંસલ કરીને સુરત શહેર આચાર્ય સંઘ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સમગ્ર સુરતનું ગૌરવ વધાર્યું છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
