News of Thursday, 1st January 2026
મોરબીની સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોંચી.
રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો આ તકે સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ એટલે રાસ-ગરબા કે જેને આજે યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરની ટીમ ઓડિશા ખાતે વિશ્વ પ્રખ્યાત મહોત્સવ '78મો ધનુયાત્રા મહોત્સવ- ઓડિશા' માં પોતાનું ત્રિ-દિવસીય પર્ફોર્મન્સ આપી રહી છે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ કે જેને રવિરાજ પૈજા કોરિયોગ્રાફ કરી રહ્યા છે. ત્યારે આ તકે રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો આ તકે સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
