News of Thursday, 18th December 2025
પડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે ઝઘડો થતાં નણંદ ઝેરી દવા પી ગઇ

રાજકોટ તા. ૧૮: પડધરીના ગોવિંદપુર ગામે વાડીમાં પરિવારજનો સાથે રહેતી પંદર વર્ષની સગીરા ઝેરી દવા પી જતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. મુળ મધ્યપ્રદેશની આ સગીરા ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ છે. આ પરિવાર લાંબા સમયથી અહિ રહે છે અને ખેત મજૂરી કરે છે. પંદર વર્ષની નણંદને ઘરકામ બાબતે ભાભી સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
