<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

રાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર મળી આવ્યું : રૂ. 99.10 લાખની કિંમતના 93 છોડ જપ્ત

રાણપુર તાલુકાના નાની વાવડી ગામે અજીતસિંહ બરાઈની વાડીમાં દરોડો પાડી તલાસી લેતાં અન્ય વાવેતરની આડમાં કરેલું ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું


 બોટાદ: બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. એસ.એમ.સી.ની ટીમે ગાંજાના 93 છોડ અને 198 કિલ્લો ગાંજો મળી કુલ રૂા.99.10 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય 3ના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ જી.આર.રબારી, પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ આર.બી.વનાર સહિતના સ્ટાફે બાતમીના આધારે રાણપુર તાલુકાના નાની વાવડી ગામે અજીતસિંહ બરાઈની વાડીમાં દરોડો પાડી તલાસી લેતાં અન્ય વાવેતરની આડમાં કરેલું ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.

(12:40 AM IST)