<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મેંદરડાની શ્રી ગાયત્રી વિનય મંદિરની છાત્રાઓ કબડ્ડીમાં તૃતીય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫: મેંદરડા ખાતે આવેલ સ્‍વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડા ની વિદ્યાર્થીનીઓએ રાજ્‍યકક્ષાએ કબડી સ્‍પર્ધામાં તળતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ ને કેન્‍દ્રીય રમતગમતના મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવેલ. આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી મકવાણા ક્રુષ્ણકુમાર એભલભાઈ તથા શાળાના આચાર્ય કથીરીયા મનોજભાઈ ઉપસ્‍થિત રહેલ હતા.

(12:57 PM IST)