News of Tuesday, 18th November 2025
સ્ટુડન્ટ વિઝા પૂર્ણ થવા છતા ૧ વર્ષથી ખંભાળીયા રહેતા સિરીયન નાગરીક ઝડપાયો
મદદગારી કરનાર ખંભાળીયાના ધરમપુરના યુવક સામે દેવભુમી દ્વારકા એસઓજીની કાર્યવાહી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: દેવભુમી દ્વારકા એસઓજી ટીમે સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલ સીરીયન નાગરીકની વિઝા પૂર્ણ થયા હોવા છતા એકાદ વર્ષથી જામખંભાળીયામાં ધામા નાખનાર શખ્સને ઝડપી પાડેલ છે અને મદદગારીમાં રહેલ ધરમપુરના યુવક સામે ગુન્હો દાખલ કરાયો છે.
પોલીસે અલી કામેલ અલી મઈહૌબ, મુસ્લીમ ઉ.વ.૨૯, મુળ રહે. જાબલાહ(જેબલાહ), નેશનલ હોસ્પિટલ વિસ્તાર, બિલ્ડીંગ નં.૧૫, ધ અલશાહીદીસીન સઈદ શાબાન પ્રાથમીક સ્કુલ, સીરીયા, હાલ રહે.રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્ટ સ્કુલની સામે, આહીર સિંહણ રોડ, ધરમપુર, તા.ખંભાળીયા. મહિપતભાઈ ઉર્ફે માહી મનજીભાઈ રામજીભાઈ કછટીયા, સતવારા, ઉ.વ.૩૩, ધંધો. સ્કુલ સંચાલન, રહે.રામેヘર દિપ સોસાયટી, આહીર સિંહણ રોડ, જેન્તીભાઈ ખાણધરના મકાનમાં, ધરમપુર, તા.ખંભાળીયા ની સામે ગુન્હો દાખલ કર્યો છે.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દિલ્હી ખાતે થયેલ બ્લાસ્ટના બનાવ બાદ અત્રેના જિલ્લામાં તમામે તમામ પ્રકારે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા તમામ પરિબળોને ઉપર નજર રાખવા તથા સઘન ચેકીંગ રાખવા સારૂ કાર્યવાહી કરવા કે.કે. ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, ઈન્ચા.એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા કે.એમ.જાડેજા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.,દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપતા કે.કે. ગોહીલ, પોલીસ ઈન્સપેકટર, ઈન્ચા.સ્પેશ્યલ ઓપરેશન ગળપ, દેવભૂમિ દ્વારકા, કે.એમ.જાડેજા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા, વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ. એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્સ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા, લખમણભાઈ કરશનભાઈ આંબલીયા, આસી.સબ ઈન્સ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા એ કરી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
