<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ખાનગી કંપનીના ત્રાસથી અમારે મરી જાવુ છેઃ મોરબીના પીલુડીના ખેડૂતનો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા

પત્‍ની અને ૨ સંતાનો સાથે મોત મીઠુ કરી લેવાની ચિમકી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૮: મોરબીના સોશ્‍યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખેડૂત કુટુંબના સભ્‍યો સાથે દવા પી મરી જવું છે તેવું જણાવી રહ્યા છે ખાનગી કંપનીના ત્રાસથી કંટાળી ગયાનું તેઓ વીડિયોમાં બોલતા સાંભળી શકાય છે.

વાયરલ વીડિયોમાં ખેડૂત પોતે  મોરબી તાલુકાના પીલુડી ગામના હોવાનું જણાવી રહ્યા છે ખેડૂત પોતાની વેદના વ્‍યક્‍ત કરતા જણાવે છે કે ખાનગી કંપની વાળા વારંવાર ટોર્ચર કરે છે એના ત્રાસથી કંટાળી હવે કોઈ ઉપાય રહ્યો નથી એક જ ઉપાય છે મરી જવાનો, હું પત્‍ની અને બાળક સાથે કુટુંબના સભ્‍યો સાથે દવા પીને મરી જવું છે બાળકને સ્‍કૂલથી લેવા આવ્‍યા છે અને બાળકને પૂછે છે મરી જવું છે ને તો બાળક પણ હા બોલી રહ્યો છે.

ખાનગી કંપની વાળા સીધા ખેતરમાં આવી કામ શરૂ કરે છે અને એના ત્રાસથી કંટાળી ગયાનું ખેડૂત એકથી વધુ વખત ઉલ્લેખ કરતા વીડિયોમાં સાંભળી શકાય છે વિડિઓ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ભારે ચર્ચા જાગી છે.

(10:55 AM IST)