<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

પોરબંદર શિયાળાની વહેલી સવારે દોડયું: ર૧ કીમીની કોસ્‍ટલ હાફ મેરેથોનમાં ૧પ૩પ સ્‍પર્ધકો જોડાયાં

મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્‍તે કોસ્‍ટલ હાફ મેરેથોનનું પ્રસ્‍થાનઃ ર૧ કીમીની સ્‍પર્ધા સાથે ૧૦ કીમી ફિટનેશ રન, પાંચ કિલોમીટરની સ્‍માર્ટ રન અને બાળકો માટે દોડ યોજાઇઃ વિજેતાઓને લાખોના ઇનામો : ર૧ કીમીની સ્‍પર્ધામાં ૧૪ થી ૩૦ વર્ષ પુરૂષોમાં વિગ્નેશ ચાવડા પ્રથમ ક્રમે અને ૩૧ થી ૪પ વર્ષ મહિલાઓમાં આરતી કૈલાશનાથ પ્રથમ વિજેતાઃ ૧૦ કીમી સ્‍પર્ધામાં ૧૬ થી ૩૦ વર્ષ પુરૂષોમાં દિપક ૩૪ મીનીટ ૪૧ સેકન્‍ડ સાથે તેમજસ્ત્રીઓમાં ક્રિષિતા મોઢા બન્ને પ્રથમ ક્રમે વિજેતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: શ્રી રામ સ્‍વીમીંગ કલબ દ્વારા શિયાળાની વહેલી સવારે ર૧ કિમીની કોસ્‍ટલ હાફ મેરેથોન સ્‍પર્ધામાં ૧પ૩પ સ્‍પધકો જોડાયા હતાં તમામ કેટેગરીઓમાં કુલ લાખોના ઇનામો અપાયા હતા.

દરિયા કાઠે ૨૧ કિ.મી.ની કોસ્‍ટલ હાફ મેરેથોન યોજાઈ હતી. સાથે અન્‍ય રન અને વોકિંગનું આયોજન થતાં વિશાળ સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. શિયાળાની સવારે શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ દ્વારા કોસ્‍ટલ હાફ મેરાથોન - ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્‍યું હતું. મેરાથોનમાં ગુજરાત તથા અન્‍ય રાજ્‍યોમાંથી દોડવીરો આ સ્‍પર્ધામાં ભાગ લેવા જોડાયા હતા. જેમાં ૨ કિ.મી. કિડ્‍સ રન, ૫ કિ.મી.ફન રન,૫ કિ.મી. સ્‍માર્ટ રન, ૧૦ કિ.મી.ફિટનેશ રન, ૨૧ કિ.મી. હાફ મેરાથોન વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાઈ હતી. વિજેતાઓને દોઢ લાખના ઇનામો પણ અપાયા હતા.

આ કોસ્‍ટલ હાફ મેરેથોન સ્‍પર્ધામાં કુલ ૧૫૩૫ લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. તે પૈકી ૧૫૨૨ લોકો દોડયા હતા. ૧૩ લોકો જ ગેરહાજર રહ્યા હતા. હાફ મેરાથોન સ્‍પર્ધામાં ફલેગ ઓફ આપવા બે બે કેબિનેટ મંત્રી ઉપસ્‍થિત રહ્યા હતા. પોરબંદરના સાંસદ એવા કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા અને ધારાસભ્‍ય અને રાજ્‍યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા સહિત અનેક આગેવાનો મેરેથોન સ્‍પર્ધામાં  ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મેરાથોનના સમગ્ર રૂટ પર પારદર્શિતા અને નિષ્‍પક્ષતા જળવાઈ રહે તે માટે વિડિઓગ્રાફી, ડ્રોન કેમેરા તથા સી.સી.ટી.વી. કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવ્‍યુ હતું. દરેક ર્ટનિંગ પોઇન્‍ટ પર ટાઇમિંગ ચીપ સિસ્‍ટમ દ્વારા દોડવીરોની ચીપ સ્‍કેન કરવામાં આવ્‍યું હતું. આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો જોડાયા હતા.

૨૧ કિ.મી.ની સ્‍પર્ધામાં ૧૪ થી ૩૦ વર્ષના પુરુષોમાં વિગ્નેશ ચાવડા ૧ કલાક ૧૨ મિનિટ ૫૯ સેકન્‍ડમાં પ્રથમ ક્રમે, ૩૧થી ૪૫ વર્ષની મહિલાઓના ગ્રુપમાં  આરતી કૈલાશનાથ ખોલેકર એક કલાક ૫૩ મિનિટ ૨૭ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે, ૪૫ થી વધુ વર્ષની મહિલાઓની સ્‍પર્ધામાં હેમાલી ક્‍મલેશ સદાણી બે ક્‍લાક ૨૫ મિનિટ ૫૨ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા.

૧૦ કિ.મી સ્‍પર્ધામાં ૧૪થી ૩૦ વર્ષના પુરુષોમાં દિપક ૩૪ મિનિટ ૪૧ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે, ૧૪ થી ૩૦ વર્ષનીસ્ત્રીઓની સ્‍પર્ધામાં ક્રીષિતા મોઢા ૫૦ મિનિટ ૪૭ સેકન્‍ડ સાથે પ્રથમ, ૩૧થી ૪૫ વર્ષના પુરુષોની સ્‍પર્ધામાં અરવિંદ ઘડિયા ૩૯ મિનિટ ૧૬ સેકન્‍ડ સાથે પ્રથમ, ૩૧થી ૪૫ વર્ષનીસ્ત્રીઓમાં કિરણ રાજપૂત ૫૯ મિનિટ ૨૮ સેકન્‍ડ સાથે પ્રથમ, ૪૫ વર્ષ કે તેથી વધુ વયના સ્‍પર્ધકોની પુરુષોની હરીફાઈમાં રોહતાશ કુમાર ૪૮ મિનિટ ૩૧ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. પાંચ કિલોમીટરની સ્‍માર્ટ રન સ્‍પર્ધામાં ઓવરઓલ વિજેતાઓમાં પુરુષોમાં મોહમ્‍મદ આબિદ શાદીકોટ ૨૧ મિનિટ ૧૬ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે જ્‍યારેસ્ત્રી વિજેતાઓમાં મિસરી મોતીવરસ ૨૮ મિનિટ ૪૧ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા.

 

(1:17 PM IST)