News of Wednesday, 12th November 2025
બાવળિયાએ દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા., ૧૨ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દિલ્હીમાં શ્રમ અને રોજગાર વિભાગની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો. બાવળિયાએ નવી દિલ્હીમાં બે દિવસીય શ્રમ અને રોજગાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ઉદ્યોગ મંત્રીઓ અને સચિવોના રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો, જેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ કરી હતી.
આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પર કેન્દ્રિત હતી, જ્યાં રાજ્યોની સક્રિય ભૂમિકા આ રાષ્ટ્રીય પહેલ સાથે તેમના રોજગાર કાર્યક્રમોને આગળ વધારવા અને સંરેખિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.e-SHRAM પોર્ટલ જેવા કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ સાથે વિવિધ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને એકીકળત કરીને સામાજિક સુરક્ષાને સાર્વત્રિક બનાવવાની વ્યૂહ રચનાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
