News of Thursday, 30th October 2025
જેતપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે વિરાટ સોમયજ્ઞનો પ્રારંભઃ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જોડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩૦: શહેરમાં સોમ યજ્ઞનું બીજી વખત આયોજન થયું હોય વૈષ્ણવોમાં હરખની હેલી ચડી છે. અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
શહેરમાં બીજી વખત શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન અગ્નિહોત્રી દીક્ષિત પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દીક્ષિત પત્ની અ. સૌ. પૂ. શ્રી જાનકી વહુજીના સર્વાધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના મુખ્ય યજમાન પદે યોજાનાર છે તેની ગત રોજ શુભ શરૂઆત થયેલ.
કાલે સાંજે ૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયેલ જેમાં બગીમાં પૂ. શ્રી રઘુનાથ મહારાજ તેમજ એ.સૌ. જાનકી વહુજી બિરાજેલ જેમાં ખાસ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ શહેરના આગેવાનો, બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. જે શોભાયાત્રા મુખ્ય માર્ગ પરથી રાજવાડી પાર્ટી પ્લોટ પાછળ, જૂનાગઢ રોડ, બી.એ.પી.એસ. મંદિર સામે, યજ્ઞશાળા ખાતે પૂર્ણ થયેલ. આ વિરાટ સોમ યજ્ઞનો લાભ લેવા શહેર અને બહાર ગામ સુરત, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના ગામોમાંથી વૈષ્ણવો ઉમટી પડશે.
શોભાયાત્રા તેમજ સોમ યજ્ઞના સફળ આયોજન માટે ધારા સભ્ય જયેશભાઈ રાદડિયાનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સમિતિ પ્રમુખ જયંતિભાઈ રામોલિયાના રાહબર હેઠળ પ્રાગજીભાઈ, ઉમેશભાઈ પાદરીયા, હરેશભાઈ ગઢીયા સહિત તમામ સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે યજ્ઞના પ્રારંભમાં ગણેશ સ્થાપના કરવામાં આવેલ. શ્રી વિષ્ણુગોપાલયાગના સંકલ્પથી યજ્ઞની શરૂઆત થયેલ સાંજે અગ્નિહોત્રી દીક્ષિત પૂ.શ્રી રઘુનાથજી મહારાજ દીક્ષા ગ્રહણ કરશે અને અક્ષત વર્ષનો વૈષ્ણવો બહુમૂલ્ય લાભ લેશે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
