હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરપુરમાં પૂ. જલારામબાપાના દર્શને ભાવિકોની ભીડઃ જન્મોત્સવની ઉજવણી
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયાઃ રર૬ કિલો બુંદીનાં પ્રસાદનાં પેકેટનું વિતરણ

વિરપુર (જલારામ) ખાતે પૂ. જલારામબાપા જન્મજયંતિ અંતર્ગત રોશનીનો શણગાર, રંગોળીનું આયોજન કરાયુ છે.(તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા (વિરપુર જલારામ), ભાવેશ ભોજાણી (ગોંડલ)
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ર૯: પૂ. જલારામબાપા જન્મજયંતિની આજે વિરપુર (જલારામ) ખાતે ભવ્યતાથી ઉજવણી કરાઇ છે. પૂ. જલારામબાપા પરિવાર દ્વારા પૂ. જલરામબાપાનું વિશેષ પૂજન, અર્ચન કરવામાં આવ્યુ હતું. આજે મોટી સંખ્યામાં ભાવિકો વિરપુર (જલારામ) ખાતે ઉમટી પડયા છે.
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતે થી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજ માર્ગો પર નિકળશે.આ શોભાયાત્રામાં ભાવિકોને ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક સંજયભાઈ ઠૂંગાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાએ ૨૦૦ વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની ૨૨૬મી જન્મ જયંતિ હોવાથી ૨૨૬ કિલો બુંદી નો પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવશે જેમના પેકેટની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે, પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી હોવાથી વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
