<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી: લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે વરસાદની સંભાવના

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

 

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા નથી.

(1:06 PM IST)