<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સતાધાર મહંત વિજયબાપુના હસ્તે કાલે ૧લી ઓક્ટોબર બુધવારે વિસાવદર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા કંચનબેન કાચાનુ સેવા નિવૃતિ સન્માન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા કંચનબેન બી.કાચાનુ આવતીકાલ તા.૧ ઓક્ટોબર બુધવારના રોજ સતાધાર મહંત પૂ.વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના‌ હસ્તે સેવા નિવૃતિ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પીઢ કેળવણીકાર-રચનાત્મક અગ્રણી અને એન.સી. પરમાર ગર્લ્સ હાઈસ્કૂલના પ્રમુખ ટ્રસ્ટી રસુલભાઈ કાદરભાઇ હિરાણી ખાસ ઉપસ્થિત રહેશે.
વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ‌ ખાતે સવારે ૯:૩૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંધ વિદ્યાર્થી ભૂવન ટ્રસ્ટના આર.કે.હિરાણી, પ્રતિકભાઈ ચોલેરા, શાંતિભાઈ ગણાત્રા, અબુલીભાઈ હિરાણી, ભાવેશભાઈ શેઠ, હરેશભાઈ ચોલેરા સહિત શાળા પરિવાર-આમંત્રિતો ઉપસ્થિત રહેશે

(6:38 PM IST)