તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Saturday, 27th September 2025
રાંદલના દડવામાં શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં નવરાત્રીની ઉજવણી

રાજકોટઃ અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે શ્રી રવી રાંદલ ગરબી મંડળ દ્વારા આશરે ૫ વર્ષથી નવરાત્રીપર્વની રાસ-ગરબાની સંગાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આયોજન શ્રી રવી રાંદલ મહંત પરિવાર દ્વારા વંશ પરંપરાગત રીતે કરવામાં આવી રહયુ છે. અહી ૧૯મી પેઢીથી પૂજન-અર્ચન મહંત પરિવાર દ્વારા કરવામાં આવી રહયુ છે. દરરોજ બપોરેઅને સાંજે અન્નક્ષેત્ર ધમધમે છે. દશેરાના દિવસે હવન અને બાળાઓને લ્હાણી વિતરણ કરાશે. રાંદલના દડવા ખાતે રાંદલ માતાજીના લોટા તેડવાના અને ગોરણીઓને જમાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. રાંદલ માતાજીની આરાધના કરવાથી સોૈભાગ્યવતી મહિલાઓને માતા બનવાનુ સોૈભાગ્ય પ્રાપ્ત થાય છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
