News of Tuesday, 23rd September 2025
નાઘેડી પાસેના સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં અને નવાનગર સરકારી હાઇસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ
એકથી વધુ વિદ્યાર્થીને શિસ્ત ઉપરાંત તેલ ન નાખવાના અલગ અલગ કારણે વાળ કાપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી : વાલીઓમાં રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગરમા વિદ્યાર્થીઓના વાળ કાપવાની ઘટનાથી રોષ ફેલાયો છે.નાઘેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ કાપ્યા છે.
નવાનગર સરકારી હાઇસ્કૂલમાં પણ શિક્ષકે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ થયો છે.એકથી વધુ વિદ્યાર્થીને શિસ્ત ઉપરાંત તેલ ન નાખવાના અલગ અલગ કારણે વાળ કાપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ધોરણ ચારના વિદ્યાર્થીઓના શિક્ષકે વાળ કાપતા મામલો શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યો છે.સમગ્ર મામલે વાલીઓમાં રોષ છે.વાળ કાપનાર શિક્ષક સામે પગલાં લેવા માંગ કરાઈ છે.શિક્ષણ અધિકારી કચેરીએ તપાસના આદેશ આપ્યા છે.નવાનગર હાઈસ્કૂલના શિક્ષકે માફી માગી
છે.સ્વામિનારાયણ ગુરુકુળના કિસ્સામાં તપાસ બાદ પગલાં લેવાશે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
