News of Wednesday, 10th September 2025
જાંબુડા પાસે પોણા બે લાખનો દારૂ ભરી કારમાં જતા જામનગરના બે શખ્સો ઝડપાયાઃ ધ્રોલનો પરપ્રાંતિય શખ્શ ફરાર

રાજકોટ હાઇવે રોડ ઉપર જાંબુડાગામ ના પાટીયા પાસેથી આરોપીઓ (૧) વિશાલભાઇ પ્રવિણભાઇ માવ રહે. કિશાચચોક, કબીર આશ્રમના મકાનમા રૂમ નંબર-૧, તથા (૨) જયેશભાઇ ઉર્ફે જયુ સીધી કિશોરભાઇ ચાંદ્રા રહે. નંદનવન સોસાયટી, શેરી નંબર-૫, નંદેશ્વર મહાદેવ મંદીરની સામેની શેરી રણજીત સાગર રોડ, વાળાઓના કબ્જાની સ્વીફટ કાર નંબર જી.જે.૧૦ એસી ૧૮૦૫ માંથી ઇગ્લીશ દારૂની નાની બોટલો નંગ-૪૮૦ કિ.રૂ. ૧,૬૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૫૫૦૦/-તથા સ્વીફટ કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૭૩,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર મજકુર આરોપી ક્રિપાશંકર અમોકારનાથ શર્મા રહે. ધ્રોલ મુળ- યુપી વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
