<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

હવે રાજયમાં ભારે વરસાદના દિવસો ગયા ચોમાસુ હજુ મોડુ વિદાય લે તો પણ....

સ્‍કાયમેટના વી.પી. મહેશ પલાવત તેના વાસ્‍તવિક કારણો દર્શાવે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૯: રાજસ્‍થાન અને ગુજરાતના કચ્‍છ ઉતર તથા દક્ષિણ વિસ્‍તારોમાં અતિભારે વરસાદે હાલમાં જ કહેર વરસાવીને આ સિસ્‍ટમ હવે પાકિસ્‍તાન તરફ સરકી ગયેલ છે પણ તેના બચેલા પ્રભાવે હજુ કચ્‍છ તરફ તથા રાજયમાં અન્‍યત્ર કયાંક કયાંક છુટા છવાયા ઝાપટા છાંટા છૂંટી થવા પામે ખરી પરંતુ હવે રાજયમાં ભારેથી અતિભારે વરસાદના દિવસો હવે ભૂતકાળ બની જશે. આ અંગે સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત કેટલા વાસ્‍તવિક કારણો સમજાવતા જણાવે છે કે, ગુજરાતમાં અને રાજસ્‍થાનમાં સામાન્‍યતઃ ૧૭ સપ્‍ટેમ્‍બર આસપાસ નેઋત્‍વના ચોમાસાની વિદાય થતી હોય છે. પણ હાલનું ચોમાસુ શરૂ તો વહેલું થયેલ પણ વિદાયમાં કદાચ વિલંબ લે તો પણ રાજસ્‍થાન અને ગુજરાતમાં ભારે વરસાદ જેવુ વાતાવરણ સંભવ બની શકશે નહીં કારણ કે રાજસ્‍થાન અને પાક આસપાસ એન્‍ટી સાયકલોન સિસ્‍ટમ આકાર લેશે. જેને પગલે હવે પછી બંગાળની ખાડીમાં ઉદભવતી સિસ્‍ટમો ગુજરાત- રાજસ્‍થાન તરફ આવશે પણ અહીં સ્‍થિત એન્‍ટી સાયકલોન- ઉતર પશ્‍ચિમ પવનો આ વરસાદી સિસ્‍ટમને ગુજરાત રાજસ્‍થાનમાં પ્રવેશવા નહી દે. હાલ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્‍ટમ આકાર લઇ રહી છે જે અંદર પ્રવેશ્‍યે મધ્‍ય પ્રદેશ સુધી તો વરસાદ વરસાવશે પણ ગુજરાત-રાજસ્‍થાન અંદર આવી શકશે નહી. આમ ગુજરાત રાજસ્‍થાનમાંથી હવે ચોમાસુ વિદાય થવા માંડશે

(3:23 PM IST)