<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

માંગરોળમાં મકાન તૂટી પડતા દાદા-પૌત્રના મોત

રસ્‍તા ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્‍યારે જ મકાન તેની ઉપર પડતા દુર્ઘટના

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૪: માંગરોળમાં મકાન ધરાસાય થતા બે લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.

માંગરોળના ચા બજાર વિસ્‍તારની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. જર્જરીત મકાન ધરાસાઈ થઈ જતા રસ્‍તા પરથી પસાર થતા બાઈક ચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં બાઈક ચાલક હુશેન કાસમ મોભી (બાપુ) અને તેનો પૌત્ર ઝેદ ઉ. વ. ૪નું મોત થતાં લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

ઘટનાના પગલે દોડી આવેલા સ્‍થાનિક લોકોએ કાટમાળ હટાવી મળતદેહને બહાર કાઢયો હતો ઘટનાના પગલે પોલીસ સહિતના તંત્ર વાહકો સ્‍થળ પર પહોંચ્‍યા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. સર્જાય

(4:21 PM IST)