News of Friday, 29th August 2025
મંગળવારથી ઉપલા અને નીચલા દાતારનો ઉર્ષ
તા.ર થી ૬ સુધી ઉજવણી : આભૂષણોની ચંદનવિધિ, પ્રસાદ સહિતના કાર્યક્રમો

જૂનાગઢ,તા.૨૯, આગામી તા. ૨/૯/૨૦૨૫ થી તા.૬/૯/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ શહેરના ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લેતા હોય છે. તેમજ દાતાર ઉર્ષ મેળો યોજાય છે. આ ઉપરાંત ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધિ, મહેંદી રસમ જેવા કાર્યક્રમ પણ યોજાતાં હોય છે.
આ દરમિયાન દાતાર ઉર્ષમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિલિંગડન ડેમથી ઉપલા દાતારની જગ્યા સુધી કલમ ૧૬૩ મુજબ તા.૨/૯/૨૦૨૫ થી તા.૬/૯/૨૦૨૫ના ૮-૦૦ વાગ્યા સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે ફરજ પરના એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટની પરમિટ મેળવીને ઉપર જનાર અને પરમિટની શરતો મુજબ વર્તનારને લાગુ પડશે નહીં.
આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખો અને કલાકો દરમિયાન ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે.
અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણો જેવા કે પવન પાવડી, માણેક, પોંખરાજ, દાતાર બાપુના કાન ના કુંડળ જેવા આભૂષણો કે જે વર્ષ માં એકજવાર બહાર કાઢવામાં આવે છે, અને તેની તાાન વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે, એ આભૂષણોની વિદ્વાન બ્રાહ્મણો ના મંત્રોચાર તેમજ પવિત્ર દ્રવ્યો જેવાકે ગંગાજલ, ગુલાબજળ, ગાય નું દૂધ અત્તર વગેરે થી દાતારબાપુ ની જગ્યા ના ટેલીયાઓં (સેવકો) તેમજ જગ્યા ના મહંત ભીમબાપુ દ્વારાતાાન વિધિ પૂજા વિધિ મંગળવારની રાત્રીએ થશે. તેમજ ત્યાર બાદ પધારેલ ભાવિકજનો માટે દર્શનાર્થે મૂકવા માં આવશે, ત્યાર બાદ આ આભૂષણો ને પવિત્ર ચંદન નો લેપ કરી પરંપરા પ્રમાણે ગુફા માં પરત પઘરાવી દેવા આવે છે
આ પ્રસંગે બહોળી સંખ્યા માં ઉપસ્થિત સેવકગણ તેમજ ભક્તજનો એ આભૂષણો ના દર્શન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લઇ ધન્ય થશે બુધવાર આરામનો દિવસ રહેશે ત્યારબાદ તારીખ ૪ ગુરૂવારે રાત્રીના મહેંદી યાને દીપ માળા નો કાર્યક્રમ યોજાશે જેમાં આખી જગ્યામાં દીવડા પ્રગટાવી દાતાર બાપુ ની જગ્યા ને જળહળતી કરાશે અને દીપમાળા કહેવામાં આવે છે અને આમ પૂજ્ય દાતાર બાપુની જગ્યા માં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પર્વની તા. પ નેશુક્રવારે ઉજવણી થનાર છે, ત્યારે આ પ્રસંગે દાતાર ના મહંત ભીમ બાપુ નું સર્વે દાતાર સેવકો તેમજ ધર્મપ્રેમી જનતા ને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે
ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો ઇતિહાસ ઉપર નજર કરીએ તો જગ્યાના મહંતો ની ઉજળી પરંપરા રહી છે કે આ જગ્યાને આશન સિદ્ધ ગાદી કહેવામાં આવે છે કે જ્યાંના મહંતો તો કોઈ દિવસ જગ્યા છોડી નીચે આવતા નથી જેમના ઓલિયા પુરુષ એવા પટેલ બાપુ નું જીવન જોઈએ તો પટેલ બાપુઃ જન્મ્યા ત્યારથી જ અસામાન્ય ઘટનાઓ સર્જાયેલ આઝાદી પૂર્વે દાતારની જગ્યા ઉપર બેઠા અને પછી ૪૫ વર્ષમાં કયારેય પગથીયા ઉતર્યા ન હતા.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
