News of Tuesday, 26th August 2025
દ્વારકા જીલ્લામાં ૩૦ ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરાયા

ખંભાળીયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજયના આર.ટી.ઓ. કચેરીની સુચના અન્વયે તથા દ્વારકા જિલ્લા માર્ગ સલામતિ સમિતિના ચેરમેન જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા એ.આર.ટી.ઓ. શ્રી જી. વી. તલસાણીયા દ્વારા ૩૦ જેટલા આસામીઓના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાનું આકરૂં પગલું લીધું છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવના જિલ્લામાં પોલીસમાં થયેલ ફરિયાદો અન્વયે તથા જિલ્લામાં જોખમી રીતે ડ્રાઇવીંગ કરવા તથા પ્રાણઘાતક અકસ્માતો કરનારા વ્યકિતઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ૧૧ વ્યકિતઓના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા તથા પ્રાણઘાતક અકસ્માતો સર્જવા તથા જોખમી ડ્રાઇવીંગના કિસ્સામાં ૧૯ વ્યકિતઓના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા.
લોટી ઉત્સવ
સલાયા ગામના લોહાણા મહાજન પ્રમુખ તથા પત્રકાર ભરતભાઇ લાલ તથા કિશોરભાઇ લાલ દ્વારા ખંભાળીયામાં લોટી ઉત્સવ તથા મનોરથનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખંભાળીયા સલાયાના અગ્રણીઓ લાલજીભાઇ ભુવા, વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઇ કાનાણી, વીકીભાઇ રૂઘાણી વિ. હાજર રહ્યા હતા.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
