<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ભાવનગરના ઘાંઘળી રોડ પરનો કોઝવે ફરી તૂટ્યો: મગલાણા સહિતના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા

ભારે વરસાદ બાદ ઘોડાપુર આવતા નાળાનુ ધોવાણ થયું: મગલાણા સહીત પાંચ ગામને જોડતો કોઝવે ફરી તૂટી જતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

ભાવનગર જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદને પગલે અનેક નદી-નાળાઓ છલકાયા હતા. જેના કારણે ભાવનગરના ઘાંઘળી રોડ પર આવેલા કોઝવે ફરી તૂટ્યો છે. ભારે વરસાદ બાદ ઘોડાપુર આવતા નાળાનુ ધોવાણ થયું છે. મગલાણા સહીત પાંચ ગામને જોડતો કોઝવે ફરી તૂટી જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

 

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના ઘાંઘળી રોડ પર આવેલા મગલાણા સહીત પાંચ ગામને જોડતો કોઝવે ફરી તૂટી ગયો છે. ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ગઈકાલે ભારે વરસાદ બાદ ઘોડાપુર આવતા નાળાનુ ધોવાણ થઇ ગયું હતું. નાળું તૂટી જવાના કારણે મગલાણા સહિતના પાંચ ગામો સાથે સંપર્ક વિહોણા બન્યા છે.  ઉપરવાસના પાલીતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા સિહોરનો ગૌતમશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. 

 

ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપુર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો હતો. જેના કારણે મુખ્ય માર્ગને જોડતા પાંચ ગામોમાં જતાં માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે. આ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી.  તંત્ર દ્વારા સમયસર નાળાનું યોગ્ય રીપેરીંગ નહી થતાં નાળું ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહીત પાંચ ગામનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે. જેના કારણે ફરી એકવાર પાંચ ગામના લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.

(4:50 PM IST)