તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 13th August 2025
મોરબીના બંધુનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.
પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૮૯૦ જપ્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના બંધુનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૮૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બંધુનગર ગામ પાસે ઇટાલીકા સિરામિક પાસે બાતમીને આધારે રેડ કરી હતી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નિલેષભાઈ ઘનશ્યામભાઈ મેમકીયા, મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા, મનીષ શ્રીબુદ્ધસાગર શુક્લા, મનોહર ઋષભભાઈ આહીર અને સંદીપ રામશંકર કુમાર એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૮૯૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
