<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ઇસદ્રા અને દુદાપર ગામે પતા ટીંચતા ૨૦ની ધરપકડ

ધ્રાંગધ્રા પંથકમાં ત્રણ સ્‍થળે જુગારના દરોડા

વઢવાણ, તા.૨૯: ASI ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને સાગરભાઈ ખાંભલાને ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામની સીમમાં બે અલગ-અલગ સ્‍થળોએ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. ઙ્કથમ બાતમી જયંતીભાઈ જયરામભાઈ ધામેચાની વાડીની ઓરડીની બહાર જુગાર રમાઈ રહ્યો હોવા અંગેની હતી, જ્‍યારે બીજી બાતમી ઇસદ્રાના મોરિયા પાર્ટી વિસ્‍તારમાં રણજીતભાઈ નવઘણભાઈ ચાવડાની વાડીની ઓરડીની બહાર જુગાર રમાઈ રહ્યો હોવા અંગેની હતી.

બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમ દ્વારા બંને સ્‍થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્‍યા હતા.

પ્રથમ રેડઃ જયંતીભાઈ જયરામભાઈ ધામેચાની વાડી પોલીસે જયંતીભાઈ જયરામભાઈ ધામેચાની વાડીમાં દરોડો પાડતા ત્‍યાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા કનુભાઈ નાથાભાઈ ગોખરૂ,     લાલાભાઈ અજાભાઈ સુનેચા,  બિપિનભાઈ નટવરભાઈ કાવર, જગદીશભાઈ કેશવજીભાઈ દલસાણીયા, ગણપતભાઈ જેશીંગભાઈ ચૌહાણ પાસેથી રોકડ રકમ રૂ.૬૩,૨૫૦/- જપ્ત કરી હતી.

બીજી રેડઃ રણજીતભાઈ નવઘણભાઈ ચાવડાની વાડી (મોરિયા પાર્ટી વિસ્‍તાર) ત્‍યારબાદ પોલીસે ઇસદ્રાના મોરિયા પાર્ટી વિસ્‍તારમાં આવેલી રણજીતભાઈ નવઘણભાઈ ચાવડાની વાડીની ઓરડીની બહાર દરોડો પાડ્‍યો હતો. અહીં જુગાર રમતા રણજીતભાઈ નવઘણભાઈ ચાવડા,  રમણીકભાઈ હીરાભાઈ સિપરા, મેપાભાઈ દેવાભાઈ લાકડીયા,  મનજીભાઈ ગોબરભાઈ પરમાર,  શનીભાઈ રમેશભાઈ લામકા, મનજીભાઈ ઉર્ફે મનુભાઈ જેઠાભાઈ સાગઠીયા, ફારુકભાઈ હારુનભાઈ માણેક, દોલાભાઈ નાકુભાઈ પરમાર (જાતે કારડીયા રાજપુત)  દલસુખભાઈ કરશનભાઈ મકવાણા પાસેથી રોકડ રકમ રૂ.૧૨,૦૭૦/- જપ્ત કરી હતી.

બંને રેડમાં કુલ ૨૦ આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂ.૭૫,૩૨૦/ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો

(10:22 AM IST)