<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

કચ્છના રાપરમાં રુપિયા અને દાગીના ભરેલી ખોવાયેલી બેગ મળતા કલર કામ કરનાર શ્રમજીવીએ સોની વ્યાપારીને પરત સોંપી

આ કળીયુગ માં આવી ઈમાનદારી દર્શાવવા બદલ શ્રમજીવી કાનજીભાઈ ચૌહાણ ઉપર અભિનંદન વર્ષા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :   કચ્છના રાપર શહેર ડાભૂંડા રોડ  પર  રહેતા ભાઈ કાનજીભાઈ નરસંગભાઇ ચૌહાણને આજે  વહેલી સવારે દેના બેન્ક ચોક થી કોર્ટ રોડ ના  રસ્તામાં રોકડ રકમ અને સોનાના દાગીના ભરેલ બેગ મળી હતી. તેમણે એ બેગ તરત જ ઉપાડીને તેમાં લખેલા નંબર પર ફોન કરીને કહ્યું કોણ બોલો છો? ક્યાંથી બોલો છો અને તમારો થેલો ખોવાયેલ છે? તો સામેથી જવાબ આપ્યો હા સોની વેપારી કીમતી સામાનનો એક બેગ ખોવાયેલી છે. તરત જ તે ભાઈએ સોની વ્યાપારીની દુકાને જઈને રૂબરૂ રોકડ અને દાગીના ભરેલી બેગ મૂળ દુકાન માલિકને આપી દીધી હતી. 

      આ કળીયુગ માં આવી ઈમાનદારી દર્શાવવા બદલ શ્રમજીવી કાનજીભાઈ ચૌહાણ ઉપર અભિનંદન વરસી રહ્યા છે.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:32 AM IST)