તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
મોરબીના લાયન્સનગરમાં રોડ રસ્તાને ને ઘરમાં ભરાતા પાણી ને લઈને રજૂઆત.
શેરીમાં રોડ બનાવી દેવામાં આવે અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લાયન્સનગર વિસ્તારમાં આવેલ શામળિયા દાદાની શેરીમાં રોડ રસ્તા બાબતે મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, શેરીમાં રોડ રસ્તા ખરાબ હોવાના કારણે વરસાદી પાણી ખૂબ જ ભરાઈ જાય છે. વરસાદનું પાણી ઘર સુધી પહોંચી જાય છે. જેના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે.
રસ્તા પર ચાલવામાં પણ મુશ્કેલી પડે છે અને પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. તેથી શેરીમાં રોડ બનાવી દેવામાં આવે અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત ક૨વામાં આવી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
