News of Thursday, 24th July 2025
મોરબીના પી.આઈ. પંડ્યાએ 2022 માં જુગારની ખોટી રેડ પાડી ફસાવ્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજુઆત.
ગૃહમંત્રીને સમગ્ર વિગતો જણાવી હતી અને કહ્યું હતું કે તમે અત્યારે પીઆઈ પંડયાને બોલાવો, જો તેઓ જુગાર રમતા હતા તે સાબિત કરી આપે તો મને ફાંસી આપજો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના પી.આઈ. પંડ્યાએ 2022 માં જુગારની ખોટી રેડ પાડી ફસાવ્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજુઆત કરાઈ છે અરજદાર નિલેશભાઈ સંઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે 24/07/2022માં એ ડિવિઝનના પીઆઈ પંડયાએ તેઓને ખોટા જુગાર કેસમાં ફસાવ્યા હતા. બધાને પોત-પોતાના ઘરેથી ઉપાડીને લઈ ગયા તેના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ છે. અગાઉ મેં મુખ્યમંત્રીને રજુઆત કરી છે. હર્ષ સંઘવીને પણ બે વખત રજુઆત કરી છે. આ ઉપરાંત રેન્જ આઈજીના લોકદરબારમાં પણ ફરિયાદ કરી છે.
આજે ગૃહમંત્રીને સમગ્ર વિગતો જણાવી હતી અને કહ્યું હતું કે તમે અત્યારે પીઆઈ પંડયાને બોલાવો, જો તેઓ જુગાર રમતા હતા તે સાબિત કરી આપે તો મને ફાંસી આપજો. અને હું આ કેસ ખોટો હતો તે સાબિત કરી આપું તો તેમને સસ્પેન્ડ કરજો. મને ગૃહમંત્રીએ એવું કહ્યું કે તમને આવતા અઠવાડિયે બોલાવીશું.
અગાઉ ટંકારામાં જુગાર તોડ કાંડ થયું તેમાં આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં તો જુગાર રમાતો હતો છતાં પણ તોડ ક૨વા બદલ પીઆઈ સામે કાર્યવાહી થઈ હતી. અમે તો જુગાર રમતા ન હતા છતાં ખોટો કેસ કર્યો પણ પીઆઈ સામે કાર્યવાહી કરવા વાળું કોઈ નથી. આમ એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ છે. અંતમાં અરજદારે જણાવ્યું કે અમને ન્યાય મળે એવું લાગતું નથી. બધા જ ગોળ ગોળ al છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
