તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th July 2025
દ્વારકાના પ્રતિબંધીત દરીયાઇ અભ્યારણ્ય ચાકટાપુમાં માછીમારી કરવા જતા ૬ શખ્સો સામે ગુન્હો
વન્ય જીવ સંરક્ષણ અભિનિયમ અંતર્ગત ગેરકાયદે બોટ દ્વારા પ્રવેશ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.,રપઃ દ્વારકાના પ્રતિબંધીત દરીયાઇ અભ્યારણ્ય ચાકટાપુમાં માછીમારી કરવા જતા ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો છે. વન્ય જીવ સંરક્ષણ અભિનિયમ અંતર્ગત ગેરકાયદે બોટ દ્વારા પ્રવેશ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
તા. ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેંજના કાર્યક્ષેત્ર પોશીત્રા રાઉન્ડના ‘ચાક ટાપુ' તરીકે ઓળખાતા દરિયાઈ અભ્યારણ વિસ્તારના - બ્લોક નં.૦૮ માં ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા અભ્યારણ્ય વિસ્તારમાં ઙ્કવેશ કરી બોટ દ્વારા માચ્છિમારી કરવાના ઇરાદાથી જવાના હોય તેવી બાતમી મળતા, મરીન નેશનલ પાર્કના દ્રારકા રેન્જ સ્ટાફ દ્વારા સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ઘોરળણાસરની કાર્યવાહી કરવામાં આવી.
અભયારણ્ય વિસ્તારમાં ગેરઘોરણે વગર પરવાનગીએ બોટ સાથે પ્રવેસ કરી માચ્છિમારી કરવાની ગુનાહીત પ્રવળતિમાં (૧) મહેબુબ આરબી કુંગડા રે.સિકકા, (૨) સંઘાર ફારૂક હેસુન રે.સિકકા, (૩) સંઘાર સબ્બીર અબ્બાસ રે.સલાયા, (૪) ભાયા ઇમરાન જાકુબ રે. ભરાણા, (૫) લતીફ અબ્બાસ ગાઘ રે.સલાયા, (૬) ભાયા અજીજ અનવર રે. સલાયા નાઓને તેમની બોટ સાથે અટકાયત કરવામાં આવેલ અને આ ઇસમો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ સુધારા અધીનીયમ-૨૦૨૨ મુજબ પોશીત્રા બીટ વન ગુના નંબર ૦૧/૨૦૨૫-૨૬ તારીખ ૨૨-૦૭-૨૦૨૫ થી અવેશનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કાર્યવાહીમાં આર.એફ.ઓ. એન.પી.બેલા, વનવિભાગ સ્ટાફના એસ.જી.કણજારીયા, એન.જે.ગાગીયા, યુ.પી.સાદિયા, છગનભાઇ ગોડેશ્વર, વીનોદભાઇ ડાભી ઇબ્રાહીમભાઇ સમા, અબ્બાસ મામદ, બીજલ જેશાભાઇ , કિશનભાઇ માતંગ વગેરે દ્વારા કરવામાં આવેલ છે. (તસ્વીરઃ દિપેશ સામાણી)
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
