<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો વાયરલ કરી જણાવ્‍યું કે, મેં ફાયરીંગ કરાવ્‍યું છે

અસલ ગરાસીયો છુ, એટલે ઘર ઉપર નહિ પંપ ઉપર ફાયરીંગ કરાવ્‍યું : રાજદીપસિંહ અને પિન્‍ટુ ખાટડીને ગાળો ભાંડી : રીબડા પેટ્રોલપંપ ફાયરીંગ ઘટનામાં નવો ઘટસ્‍ફોટ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૪:  રિબડામાં અનિરુદ્ધસિંહ નાં ભત્રીજા નાં પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગ ની ઘટનામાં લેવાયેલા નિવેદન માં જયરાજસિહ જાડેજા ઉપર શંકા વ્‍યક્‍ત કરાઇ છે.તો બીજી બાજુ હાર્દિકસિહ જાડેજા નામના વ્‍યક્‍તિ એ પોતાનો વિડીયો વાયરલ કરી અનિરુદ્ધસિંહ નાં પુત્ર રાજદિપસિંહ ને બેફામ ગાળો ભાંડી મેં જ ફાયરીંગ કરાવ્‍યા નુ કહેછે.મને છેતરીને ઘા કરી ગયા હતા તેવુ કહી પીન્‍ટુ ખાટડી ને પણ ગાળો આપી છે. રાજદિપસિંહ ને ઉદેશી ને વધુ માં કહ્યુ કે હું અસલી ગરાસીયો છુ.એટલે તારા ઘર પર ફાયરીંગ નથી કર્યુ મેંજ પેટ્રોલ પંપ ઉપર છોકરાઓ મોકલી ફાયરીંગ કરાવ્‍યાં નું જણાવેછે. ફાયરીંગ ની ઘટના માં નવો વળાંક આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:56 PM IST)