<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ભાવનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના દરોડા દરમ્યાન પીએસઆઇ સચિન શર્માનું હૃદયરોગના હુમલાથી મોત

સચિન શર્મા નિષ્ઠાવાન પોલીસ અધિકારી હતા તેમને એક પુત્ર અને પુત્રી છે : પોલીસ બેડામાં શોકની લાગણી

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૭ : સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પી. એસ.આઈ.ની તબિયત લથડતા તેમનું મોત નિપજ્યું છે.

 દરોડાની કામગીરી દરમિયાન  પી.એસ.આઇ. સચિન શર્મા ને આજે સવારે ભાવનગરમાં રેડ દરમ્યાન  હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે. તેઓ ને ભાવનગર ની બીમ્સ હોસ્પિટલમાં તેઓને ખસેડાયા હતા જ્યાં તેમનું કરુણ  મોત નિપજ્યું હતું. પી.એસ.આઇ .સચિન શર્મા નિષ્ઠાવાન પોલીસ અધિકારી હતા .સ્વર્ગસ્થને એક પુત્ર અને પુત્રી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ  સ્ટેટ મોનિટરિંગ સેલ ના સ્ટાફે   વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. વાહનમાં બે લોકો સવાર હતા જેમાંથી એકને ઝડપી લીધો છે જ્યારે એક નાસી ગયો છે હાલમાં ઈંગ્લીશ દારૂનો કેટલો જથ્થો ઝડપાયો તેની ગણતરી શરૂ છે.

(12:09 PM IST)